← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઉદ્ધવને

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઉદ્ધવજી, આ જ્ઞાનની ગાંસડી પાછી વાળો,
અમને તો બસ શ્યામ ખપે, બીજું સઘળું ટાળો.

તમે કહો: ‘નિરાકાર છે શ્યામ, ઘટ ઘટમાં વસનારો’,
અમે કહીએ: ‘માખણ ચોરે, એ જ અમારો પ્યારો’;
નિરાકારને કેમ ઝુલાવું? કેમ કરી પંપાળો?
ઉદ્ધવજી…

કદંબ પૂછે: ‘ક્યાં ગયો એ વાંસળીવાળો છેલો?’
ગાયો ભાંભરતી ઊભી, ને સૂનો જમનાનો મેળો;
તમારા વેદ-ઉપનિષદથી ક્યાં ભરાય આ પ્યાલો?
ઉદ્ધવજી…

પરાગ કહે: ઉદ્ધવ ગયા’તા જ્ઞાન દેવા, ને વળ્યા,
ગોપીઓનાં આંસુમાં એ પોતે ઓગળી ઢળ્યા;
પ્રેમ આગળ જ્ઞાન ઝૂક્યું, એ જ ભક્તિનો ઉજાળો.
ઉદ્ધવજી…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખનડેઆગલો લેખ →હળવું