← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તું સાંભરી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઝરમર ઝરે, ભીની ધરા, એ આંગણે તું સાંભરી,
ઝાકળ સમું ટીપું ઢળે, ને પાંપણે તું સાંભરી.

મેળે ગયો, ચગડોળ પર બેઠો, જલેબી ચાખતો,
ખણખણ થયું ચૂડી તણું, ને કંગણે તું સાંભરી.

ચોંટ્યો હજી છે ચાંદલો, તારો અરીસાની વચે,
દાઢી કરું, જોઉં જરા, ને દર્પણે તું સાંભરી.

ઓઢી હતી તેં શાલ જે, એ આજ પણ રાખી હજી,
ઠંડી પડી, હાથો ધરી, જ્યાં તાપણે તું સાંભરી.

જોયું પરાગે રાતરાણી ફૂલ ખીલ્યું એકલું,
ઝીણી સુગંધે, રાતની એ ચાંદણે તું સાંભરી.

– પરાગ રતનપરા

#ગઝલ #સ્મૃતિ #વિરહ #ચાંદલો #યાદ #પરાગરતનપરા
#GujaratiGhazal #Memories #MissingYou #Longing #LostLove #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખતારામાંઆગલો લેખ →ખભે