તું જ તું
ફૂલમાં ને ડાળમાં, ને આ પવનમાં તું જ તું,
આંખ મીંચું તોય મારા આ નયનમાં તું જ તું.
મંદિરે શોધ્યો ઘણો, ને ક્યાંય ના જડિયો મને,
ભૂખથી રડતાં ગરીબોના રુદનમાં તું જ તું.
પ્રેમમાં પડઘાય છે, ને વિરહમાં સળગે ઘણું,
આ મિલનમાં ને વિયોગી આ દહનમાં તું જ તું.
વર્ષ વીત્યાં દૂર દેશે, ને ફરી આવ્યો ઘરે,
ધૂળ ચૂમી પાદરે, તો આ વતનમાં તું જ તું.
આ પરાગે ફૂલને પૂછ્યું: કહે, ક્યાંથી મહક?
ફૂલ બોલ્યું: તારલે, સૌના વદનમાં તું જ તું.
– પરાગ રતનપરા
#ગઝલ #સૂફી #ઈશ્વર #સર્વવ્યાપી #ભક્તિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Sufi #DivinePresence #Omnipresence #Devotion #ParagRatanpara