← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તું જ તું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આભમાં જ્યાં ઝૂકતી એ વાદળીમાં તું જ તું,
શ્યામની હોઠે અડેલી વાંસળીમાં તું જ તું.

તેં અડી’તી જે ઘડી, એ સ્પર્શ હું જીવી ગયો,
રોજ ઝૂકું એ જ મારી આંગળીમાં તું જ તું.

રાત અંધારી હતી, મારગ ન સૂઝ્યો ક્યાંય, ત્યાં
એક ક્ષણ ચમકી ગયેલી વીજળીમાં તું જ તું.

બાગમાં ફરવા ગયો તો ફૂલ સૌ હસતાં હતાં,
ઝાકળે ભીની ગુલાબી પાંખડીમાં તું જ તું.

આ પરાગે રાતભર જાગી લખી જે આ ગઝલ,
એ ગઝલની ઓસ જેવી ચાંદનીમાં તું જ તું.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રેમ #સ્મરણ #સર્વત્રતું #વિરહ #પરાગરતનપરા
#GujaratiGhazal #EverywhereYou #LoveAndLonging #Remembrance #Romance #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખસવારઆગલો લેખ →ચિંતા કરે