← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સવાર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હો ભલે કાળી અમાસી, ને ભલે અંધાર છે,
એક તારો ટમટમે, એ પણ ખરો આધાર છે;
દુઃખ પણ મે’માન જેવું, બે ઘડી બેસી જશે,
ને સવારે તો ફરી ઝળહળ થતો સંસાર છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખપપ્પાની પેનઆગલો લેખ →તું જ તું