તું હતો
પરોઢે ઉઘડતી ઉષા તું હતો,
હતી સાંજ, એની ઘટા તું હતો.
ભટકતો હતો હું અજાણ્યા વને,
બતાવી ગયું જે, દિશા તું હતો.
પિતા ખાટલે શ્વાસ ગણતા હતા,
દવા ત્યાં હતી, ને દુઆ તું હતો.
અમાસે બળી જે શગો રાતભર,
ન ઠારી જરા, એ હવા તું હતો.
પરાગે ઉજાળ્યા બધા શબ્દ, પણ
હતી એ ગઝલ, ને શિખા તું હતો.
– પરાગ રતનપરા
#ગઝલ #ઈશ્વર #ભક્તિ #શ્રદ્ધા #પ્રકૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Divine #Faith #PresenceOfGod #Nature #ParagRatanpara