← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તું છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તું છે.
સવારની ચામાં
ખાંડ જેટલી —
દેખાતી નથી,
પણ ના હોય તો
આખો દિવસ કડવો.

તું છે.
જૂની ડાયરીના
વળેલા પાનામાં,
જ્યાં કશું લખ્યું નથી,
પણ પાનું
આપમેળે ખૂલી જાય છે.

તું છે.
ભીડમાં
કોઈ અજાણ્યું
મારું નામ બોલે
ત્યારે
પાછું વળીને જોવાની
એ અડધી ક્ષણમાં.

તું
ક્યાંય ગઈ નથી.
બસ,
મેં તને
‘અહીં’ શોધવાનું
છોડી દીધું છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખજોયા વિનાઆગલો લેખ →ન પૂછો