← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તું આપજે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભૂખ ભાંગે એટલો બસ રોટલો તું આપજે,
સાંજ બેસી વાત કરવા ઓટલો તું આપજે.

પેટ કાજે જો કદી પરદેશ જાવું હોય તો,
ગામની માટી ભરું, બસ પોટલો તું આપજે.

આંબલે કેરી બધી ખાશે ભલે આખું જગત,
પૌત્ર કાજે વાવવા બસ ગોટલો તું આપજે.

આભ આખું આપવા તું દોડતો આવે ભલે,
જેટલો ખપ હોય મારો, એટલો તું આપજે.

દીકરી તો સાસરે ગૈ, આ પરાગે માગિયું,
રોજ ગૂંથી'તી, ફરી એ ચોટલો તું આપજે.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રાર્થના #સાદગી #સંતોષ #દીકરી #પરાગરતનપરા
#GujaratiGhazal #Prayer #Simplicity #Contentment #Daughter #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખસાથમાંઆગલો લેખ →નદીને