← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ત્રીસમો થાંભલો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ડૅમના ઉદ્ઘાટનમાં
તકતી પર
મંત્રીજીનું નામ છે,
ઇજનેરનું નામ છે,
કૉન્ટ્રાક્ટરનું પણ.

પણ
જે માણસ
ત્રીસમા થાંભલા નીચે
ભીની સિમેન્ટમાં
લપસી પડ્યો હતો,
એનું નામ
ક્યાંય નથી.

કદાચ
એટલે જ
રાતે
ડૅમનું પાણી
ત્રીસમા થાંભલે
જરા વધારે
અથડાય છે —
જાણે
કોઈ
અંદરથી
દરવાજો ખખડાવતું હોય.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખકુહાડીઆગલો લેખ →મંદિરે