ત્રણ દાણા
બાપુનું પહેરણ
ધોવા નાખ્યું ત્યારે
ખિસ્સામાંથી નીકળ્યા
ત્રણ દાણા બાજરીના.
બાએ
કશું બોલ્યા વગર
વાડાના ખૂણે ફેંકી દીધા.
બાપુ તો
ગયા ચોમાસે ગયા.
આ ચોમાસે
વાડાના એ જ ખૂણે
ત્રણ લીલાં ડૂંડાં
પવનમાં ઝૂલે છે —
જાણે કોઈ
ખેતરનો અધૂરો હિસાબ
ચૂકતે કરવા
પાછું આવ્યું હોય.
– પરાગ રતનપરા