← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તૂટ્યા પછી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આયનો હાથમાં સ્હેજ છૂટ્યા પછી,
કોણ છું એ ખબર સાવ તૂટ્યા પછી.

માટલે કેદ જળ ઝૂરતું રાતદી,
એ જ જળ થઈ નદી ઘટ જ ફૂટ્યા પછી.

વાટ આખી રહી રાતભર ચૂપ, પણ
ઝળહળી તેલ પૂરું જ ખૂટ્યા પછી.

બાગમાં કોણ ગાતો ફરે છે હજી?
એક ભમરો, બધું ફૂલ લૂંટ્યા પછી.

વારતા તો હવે સાવ સાચી થશે,
આ પરાગે, ભરમ સૌ વછૂટ્યા પછી.

– પરાગ રતનપરા

#ગઝલ #ભ્રમ #આત્મખોજ #પરિવર્તન #સત્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #BrokenIllusions #SelfDiscovery #Transformation #Truth #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખકન્યાવિદાયઆગલો લેખ →ભીતરનું વાદળ