← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તો ખરો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સૌ મિલાવે હાથ હસતાં, કોઈ ઝાલે તો ખરો,
છાંયડે બેસે બધા, પણ કોક ચાલે તો ખરો.

જીતમાં તો ગામ આખું ઢોલ પીટે આંગણે,
હારના રસ્તે ય મારી સાથ હાલે તો ખરો.

ઉત્સવોમાં મ્હાલવા તો ગામ આખું દોડતું,
ભૂખમાં રોટી વહેંચી સંગ મ્હાલે તો ખરો.

દીકરાને રોજ સીંચ્યો સ્નેહનું જળ પાઈને,
આંગણે મારા ય એનો છોડ ફાલે તો ખરો.

આ પરાગે શેર લખ્યા સેંકડો, તોયે મને,
એક પણ સૌના હૃદયમાં ક્યાંક સાલે તો ખરો.

– પરાગ રતનપરા

#ગઝલ #મિત્રતા #કસોટી #સાથ #સંવેદના #પરાગરતનપરા
#GujaratiGhazal #TrueFriendship #TestOfTime #StandingBySomeone #Empathy #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખરામનું ખેતરઆગલો લેખ →વેલેન્ટાઇનનું વ્હાલ