← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તંબૂરો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તૂટેલા તારનો તંબૂરો મારો, ગાય નહીં તોય ગાજે રે,
માળિયે સૂતો સૂતો એ તો દાદાનો સાદ સાજે રે.

દાદા સાંજે આંગણે બેસી, ભજનો મીઠાં ગાતા,
ગામ આખું ઝૂમે, ને તારા પણ ઊભા રહી જાતા;
હવે ધૂળ ચડી છે તુંબડે, તોય સૂરો અંદર રાજે રે…
તૂટેલા તારનો…

મેં એક સાંજે તાર નવા બાંધ્યા, ખૂંટીઓ મેળવી,
આંગળી ફેરવી, પણ ના ગાયો, રહ્યો બેસૂરો જેવી;
તંબૂરો બોલ્યો: ‘તું ગાતાં પહેલાં ભીતર તો સાજે રે…’
તૂટેલા તારનો…

પરાગ કહે: આ સાજ નથી, આ તો સાધનાનું દર્પણ,
તાર તો સૌને મળે, પણ સૂર મળે જો અર્પણ;
મન મેળવજો પહેલાં, પછી તંબૂરો આપોઆપ વાજે રે…
તૂટેલા તારનો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખપડોશીનો ઉંબરોઆગલો લેખ →ઉંબરે ઠેસ