← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તંબૂરો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મારો તંબૂરો બોલે ‘શ્યામ, શ્યામ’, રાણાજી,
મારે ઝરૂખા શું કામ? મારે ગોકુળિયું ગામ.

સોનાનાં ઘરેણાં ઉતાર્યાં, પહેર્યો ભગવો વેશ,
કુળની લાજ કહો તો કહો, મારો તો શ્યામ જ દેશ;
લોક કહે છે ‘ઘેલી’, તો ઘેલી, ઘેલું મારું નામ…
મારો તંબૂરો…

વિષનો પ્યાલો મોકલ્યો, તો મેં ચરણામૃત જાણ્યો,
સાપ મોકલ્યો, તો મેં એને શાલિગ્રામ પરમાણ્યો;
જેને રાખે સાંવરિયો, એને કોણ કરે બદનામ?
મારો તંબૂરો…

પરાગ કહે: મીરાં તો ગઈ, પણ એકતારો બાકી,
જે સૂર જગમાં વેરાઈ ગયો, એ જ મીરાંની સાખી;
આજેય કોઈ ભીનું હૈયું ગાય છે આઠે જામ…
મારો તંબૂરો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખનજર મળતાંઆગલો લેખ →દરિયા રે દરિયા