થવાને
ગયું બુંદ નાનું સમંદર થવાને,
ફકીરી ધરી કો’ કલંદર થવાને.
ઘણા શીશ કાપ્યાં, ઘણા દેશ બાળ્યા,
છતાં હાથ ખાલી, સિકંદર થવાને.
હવનમાં ઘણાં ઘી-ઘડા ઠાલવે સૌ,
ન માણસ થવાને, પુરંદર થવાને.
અધૂરું ભણી માઇકે ઝૂમતા સૌ,
બધાને ઉતાવળ ધુરંધર થવાને.
પરાગે ન માગ્યું કશું, બસ હવામાં
મહેકી જવું છે, નિરંતર થવાને.
– પરાગ રતનપરા
#ગઝલ #ટીપુંઅનેસમંદર #અહંકાર #ફકીરી #નમ્રતા #પરાગરતનપરા
#GujaratiGhazal #DropAndOcean #Ambition #Humility #SufiSpirit #ParagRatanpara