થઈ હવે
હું હતો જેનો દિવાનો, એ જ ભારી થઈ હવે!
રોજ જે ઊભી ઝરૂખે, બંધ બારી થઈ હવે.
પ્રેમના સો પત્ર લખ્યા, એકનો ઉત્તર નહીં,
આજ એ ‘ભૈયા’ કહે છે — વાત ન્યારી થઈ હવે!
ઝુલ્ફ પર જેની લખી’તી સો ગઝલ મેં રાતભર,
ત્યાં હવે મેંદી ચડે છે, લાલ ક્યારી થઈ હવે.
ટાલ, ચશ્માં, પેટ, ઘૂંટણ, હું ય ઓછો ક્યાં હતો?
બે ય સરખાં, ઉંમરે સૌ પર સવારી થઈ હવે.
દૂરથી જોયું ‘પરાગે’, ને હસીને એ કહે:
‘જે થયું, સારું થયું, એ વાત સારી થઈ હવે!’
– પરાગ રતનપરા
#ગઝલ #હાસ્ય #પહેલોપ્રેમ #સમય #ઉંમર #પરાગરતનપરા
#GujaratiGhazal #Humour #FirstLove #TimeFlies #AgeingGracefully #ParagRatanpara