થઈ ગયો
હું બરફ જેવો હતો, ને સાવ પાણી થઈ ગયો,
જે તરસ્યા હોઠ પર વરસી લહાણી થઈ ગયો.
વાદળો વરસી ગયાં, ને ખેતરો લીલાં થયાં,
મેઘ પોતે ગામ આખાની ઉજાણી થઈ ગયો.
ગોખમાં દીવો હતો, અંધારની સામે લડી,
જાત બાળી, ને સવારે એ કહાણી થઈ ગયો.
બાપ પરસેવો વહાવે ખેતરે આખો દિવસ,
ધાન થઈ પાક્યો, અને ઘરની કમાણી થઈ ગયો.
આ પરાગે ફૂલ છોડ્યું, વાયરે ભળતો ગયો,
ક્યાંય ના દેખાય, તોયે મ્હેક-વાણી થઈ ગયો.
– પરાગ રતનપરા
#ગઝલ #સમર્પણ #ત્યાગ #વહેંચણી #પરોપકાર #પરાગરતનપરા
#GujaratiGhazal #SelflessGiving #Sacrifice #JoyOfSharing #Dissolution #ParagRatanpara