← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

થાય છે ઊલટું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હું કશું પણ જ્યાં ય ધારું, થાય છે સૌ ઊલટું,
જો સવારે હું વિચારું, થાય છે સૌ ઊલટું.

ધોઈ ગાડી ચકચકિત, ઊભો હતો હું ગર્વથી,
કાચને જ્યાં હું નિખારું, થાય છે સૌ ઊલટું.

રોજ દોડ્યો, ભૂખ વેઠી, ને તજી દીધું ખમણ,
પેટ જ્યાં થોડું ઉતારું, થાય છે સૌ ઊલટું.

રીસમાં પત્ની હતી, ‘સોરી’ કહેવા હું ગયો,
રીસને જ્યાં હું ય ઠારું, થાય છે સૌ ઊલટું.

આ પરાગે તો ગઝલને માપમાં બાંધી છતાં,
શેર જ્યાં હું પણ મઠારું, થાય છે સૌ ઊલટું.

– પરાગ રતનપરા

#ગઝલ #હાસ્ય #વ્યંગ #કમનસીબી #રોજિંદુંજીવન #પરાગરતનપરા
#GujaratiGhazal #Humour #Satire #MurphysLaw #EverydayLife #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખમોડી પડીઆગલો લેખ →વાદળ રિસાયું