← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ટેન્ડર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રસ્તો
પહેલાં ફાઈલમાં બન્યો —
ચાર ઇંચ ડામર, છ ઇંચ કપચી,
બે વરસની ગૅરંટી.

પછી ટેન્ડરમાં બન્યો,
પછી પાસ થયો,
પછી કમિશનમાં વહેંચાયો —
દસ ટકા અહીં, પંદર ત્યાં,
થોડો ધારાસભ્યના સાળાના નામે.

છેલ્લે
જે બચ્યો,
એ રસ્તા પર પથરાયો —
અડધો ઇંચ,
એક ચોમાસું.

હવે એ રસ્તા પર
ખાડા છે.
દરેક ખાડામાં
પાણી ભરાય છે,
ને દરેક પાણીમાં
આકાશ દેખાય છે.

સરકારે
આકાશ તો
મફત આપ્યું જ છે —
પછી
રસ્તાની શી જરૂર?

– પરાગ રતનપરા

અછાંદસવ્યંગ
← પહેલો લેખમોતીઆગલો લેખ →આંસુ થઈ