← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તેં કીધું'તું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તેં કીધું'તું, ‘સાત જનમ સાથ નહીં છોડું’, ને સાતમે વરસે છોડી ગ્યો,
મારા ચૂડલાનો રણકાર લઈ, તું ક્યાં રે આભમાં દોડી ગ્યો?

ઓશીકે હજુ તારી મ્હેક સૂતી છે, ને ખીંટીએ તારું પહેરણ,
બારણે ઊભી રાહ જોઉં છું, જાણે હમણાં સંભળાશે ધીમું પગરણ;
દીવો ધરું તો ઝાંખો પડે, કોણ દીવાનું તેલ ઢોળી ગ્યો?
તેં કીધું'તું…

નાનકો પૂછે, ‘મા, બાપુ ક્યારે?’, હું કહું, ‘તારા થઈને ઝબૂકે’,
એ આંગળી ચીંધે આભ ભણી, ને મારું હૈયું ડૂસકે ચૂકે;
તારા વચનની રેશમી ગાંઠ, તું જ જતાં જતાં ખોલી ગ્યો.
તેં કીધું'તું…

તો ય વચન તો મેં પાળ્યું છે, હું ક્યાં તને છોડું છું?
પરાગ કહે, રોજ સાંજે દીવો, તારે નામે જોડું છું;
જનમ જનમનો સાથ તો આ છે, ભલે તું આજે જોડી ગ્યો.
તેં કીધું'તું…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખસોય અને દોરોઆગલો લેખ →ઘણું છે