ટેક
વાયરા સામે ભલે, દીવા તણી આ ટેક છે,
ગામ આખું એક પલ્લે, ને અહીં બસ એક છે.
હાર નક્કી છે, ખબર છે, તોય બાંધી છે કમર,
તીર ઓછાં છે ભલે, મારો ઇરાદો નેક છે.
‘ચૂપ થા, ખુરશી મળે’ — એવું કહે છે શેઠજી,
ખુદ ખરીદે એ મને, એવો હજી ક્યાં ચેક છે?
ઢાળ આવે, ખાઈ આવે, તોય અટકું ના કદી,
બંડ મારા રક્તમાં છે, ક્યાં કશે પણ બ્રેક છે?
આ પરાગે ભીડમાં ભળવું કદી શીખ્યું નથી,
બાગમાં ફૂલો ઘણાં, પણ ગંધ મારી એક છે.
– પરાગ રતનપરા
#ગઝલ #ટેક #ખુમારી #બંડ #સ્વાભિમાન #પરાગરતનપરા
#GujaratiGhazal #Resolve #Rebellion #SelfRespect #StandAlone #ParagRatanpara