← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ટીપે ટીપે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સુખ એટલે
ચાલીના નળમાં
સવારે પાંચ વાગે
આવતું પાણી —
ટીપે ટીપે,
પંદર મિનિટ.

આખી ચાલી
ડોલ લઈને લાઇનમાં.
કોઈ ઝઘડે,
કોઈ ગીત ગણગણે,
કોઈ પોતાની ડોલ
પાછળવાળી માજીને આપી દે.

દુઃખ એટલે
પછીના ચોવીસ કલાક
સુક્કો નળ.

પણ
જેણે ટીપે ટીપે
ડોલ ભરતાં શીખી લીધું,
એને
દરિયો પણ
ડરાવી શકતો નથી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખતરણા ઓથેઆગલો લેખ →ગણપતિ બાપા