← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તરસ છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તળાવો સુકાયાં, નદીને તરસ છે,
નમેલી, સુકાતી કળીને તરસ છે.

જુએ આભ સામે બધો ગામ ખેડૂ,
હળે, બળદને ને મઢીને તરસ છે.

બળે પગ, છતાં બેડલાં સાવ ખાલી,
હવે ગામની એ ગલીને તરસ છે.

ઘણી યોજનાઓ વહે કાગળોમાં,
અહીં તો સમયની ઘડીને તરસ છે.

પરાગે ગઝલમાં ભરી વાદળીઓ,
છતાં લેખિનીની અણીને તરસ છે.

– પરાગ રતનપરા

#ગઝલ #દુકાળ #ખેડૂત #ગામડું #તરસ #પરાગરતનપરા
#GujaratiGhazal #Drought #FarmersLife #VillageIndia #Thirst #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખડુંગરઆગલો લેખ →સગપણ હતું