← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ટપાલ પેટી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગામને પાદર લાલ ટપાલી પેટી ઊભી એકલી,
કોઈ ન નાખે કાગળ હવે, ઈ તો ઝૂરે બાપડી.

એક જમાનો એવો હતો, ભરાઈ જાતું પેટ,
કોઈનાં વેણ, કોઈની રાખડી, કોઈના લગનની ભેટ;
વહુ પિયરને લખતી’તી, ને બેની ભાઈને કાગળી…
ગામને પાદર…

હવે તો સૌના હાથે ફોન, આંગળીએ ઝટ વાત,
અક્ષરના મરોડ ગયા, ને ગઈ શાહીની ભાત;
પેટી ખાલી, પેટ ખાલી, મોઢું ખોલી ઊભી કાગડી…
ગામને પાદર…

પરાગ કહે: એક દિ’ મેં નાખ્યો કાગળ, ‘બા, હું ઠીક છું’,
પેટી હસી પડી રે, જાણે પાછું આવ્યું સુખ;
બા વાંચશે આંસુએ, ને રાખશે છાતીએ ચાંપડી…
ગામને પાદર…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખતુંઆગલો લેખ →અંધારું