તને જોયા પછી
તને જોયા પછી રે મારું મનડું ના માને,
કોઈ ઝીણું ઝીણું ગાય મારા કાને કાને.
ઝૂલે બેઠી ને ઝૂલો આભ લગી ચડિયો,
હાથમાંથી છૂટ્યો મારો રેશમનો દડિયો;
ઘરમાં સૌ પૂછે, ‘શું થયું?’ હું કહું, ‘કંઈ નાને નાને’…
તને જોયા પછી…
દર્પણમાં જોઉં તો તારું મુખ ઊપસે,
ચૂલે રોટલી બળે, ને હૈયું ધૂપસે;
મેંદી મૂકું ને એમાં નામ લખું છાને છાને…
તને જોયા પછી…
પરાગ કહે: આ પ્રીત તો વગડાનું ફૂલ,
ના ઉગાડ્યું ઊગે, ના રોક્યું ભૂલ;
એકવાર ઊગ્યું તો મ્હેકે જનમોજનમના ટાણે…
તને જોયા પછી…
– પરાગ રતનપરા