તારી સાથે હું
તું તું છે એટલે નહીં, હું તને ચાહું છું એટલે,
તારી સાથે હું જે બનું, એ મને ગમતું એટલે.
તારી સાથે ચાલું તો મારા પગમાં ઊગે ગીત,
તારી સાથે બોલું તો મારા શબ્દો થાય વિનીત;
તારી આંખે જોઉં તો મારો ઓરડો થાય આભ…
તું તું છે એટલે નહીં…
મારાં ખૂણાં-ખાંચરાં તેં તો દીવે દીવે ભર્યાં,
મારાં જૂનાં ડૂસકાંને તેં ગરબે ગરબે કર્યાં;
મારામાં જે સૂતું'તું, એ તેં જગાડ્યું હળવે…
તું તું છે એટલે નહીં…
પરાગ કહે: ફૂલ ચાહે તો ભમરો નહીં, મધ ચાહે,
ને મધ પણ ક્યાં? એ તો પોતાની મીઠાશ ચાહે;
તારી સાથે મીઠો થયો હું, એ જ પ્રેમનો પ્રાણ…
તું તું છે એટલે નહીં…
– પરાગ રતનપરા