← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તારા વિના

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તારા વિના
ચા બની,
પણ સવાર ન પડી.

છાપું આવ્યું,
પણ સમાચાર ન આવ્યા.

ફોન રણક્યો,
પણ કોઈ બોલ્યું નહીં —
કે બોલ્યું હશે,
મેં સાંભળ્યું નહીં.

સાંજે
બાલ્કનીમાં
બે ખુરશી
હજી ગોઠવેલી છે.

એક પર હું બેઠો,
બીજી પર
આખું
આકાશ બેઠું —
ચૂપચાપ,
તારી જગ્યા સાચવીને.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખચિતાનાં લાકડાંઆગલો લેખ →ચૂપ છું