તારા પછી
સાવ સૂનું થઈ ગયું આ આંગણું તારા પછી,
કોઈ ખખડાવે નહીં એ બારણું તારા પછી.
રોજ બે કપ ચા બનાવું, એક ઠંડો થાય છે,
કોણ આવી ઢાંકશે એ ઢાંકણું તારા પછી?
એક ખીંટીએ હજી લટકે, ન બોલે કૈં કશું,
મ્હેક તારી સાચવીને ઓઢણું તારા પછી.
પૌત્ર જ્યારે બા વિશે પૂછે, ગગન ચીંધી દઉં,
ને ઝુલાવું ચૂપચાપ જ પારણું તારા પછી.
આ ‘પરાગે’ બાગ સીંચ્યો રોજ તારી યાદમાં,
રાત ઊગે, પણ ન ઊગે ચાંદણું તારા પછી.
– પરાગ રતનપરા
#ગઝલ #વિરહ #જીવનસાથી #એકલતા #સ્મૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Widower #LifePartner #Loneliness #GriefAndLove #ParagRatanpara