← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તારા ગયા પછી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તારા ગયા પછી
ઘરમાં બધું
એમ ને એમ છે.

તારો ટૂથબ્રશ
હજી
મારા ટૂથબ્રશની બાજુમાં ઊભો છે,
જાણે
કોઈની રાહ જોતો હોય.

તારી ચંપલ
ઉંબરે
એવી રીતે પડી છે
જાણે
હમણાં જ પાછી આવીશ.

બધું
એમ ને એમ છે.

ફક્ત
હું
હવે
એમ ને એમ નથી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખમનેઆગલો લેખ →ચા