તાર પર
રાતભર ગુંજ્યા કરે છે સંતવાણી તાર પર,
ઓગળે છે દેહ જાણે ગંગ-પાણી તાર પર.
મંદિરોમાં કેદ કીધો, મસ્જિદોમાં બંધ પણ,
આ ફકીરે ઈશ્વરોને સાથ તાણી તાર પર.
પંડિતો તો વેદ વાંચે, વાદમાં ખોવાય છે,
ગ્રંથ ગોખી ના મળી તે જાત જાણી તાર પર.
રાજ છોડી, ઠાઠ છોડી, ઝાંઝરી બાંધી પગે,
ઝેર પીને પણ રમી’તી પ્રેમરાણી તાર પર.
એક તંબૂરો, ફકીરી, ને કશું ના જોઈએ,
શ્વાસ-શ્વાસે મેં પરાગે મોજ માણી તાર પર.
– પરાગ રતનપરા
#ગઝલ #ભજન #ફકીરી #અધ્યાત્મ #એકતારો #પરાગરતનપરા
#GujaratiGhazal #SufiSpirit #Devotion #Mysticism #Ektara #ParagRatanpara