← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ટાંકણે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પથ્થરો તોડી ઘણા, ત્યારે ઘડાયો ટાંકણે,
રોજ ઘા ઝીલ્યા અને આખો ઘવાયો ટાંકણે.

સૌ કહે, ‘કેવી મજાની મૂર્તિ છે આ દેવની!’
કોણ જાણે કેટલું રડતો, રચાયો ટાંકણે.

ભાર ‘હું’નો જે હતો, એ ધૂળ થઈ ખરતો ગયો,
રૂપ ખીલ્યું ત્યાં જ, જ્યાં જ્યાં હું કપાયો ટાંકણે.

દેવ થઈ પૂજાય પથ્થર, કોઈ ના પૂછે કદી,
હાથ શિલ્પીનો ય કેવો આ ઘસાયો ટાંકણે.

ફૂલ જેવો પણ નથી હું, પથ્થરોનો છું ‘પરાગ’,
હું શિલા પર અક્ષરો થઈ કોતરાયો ટાંકણે.

– પરાગ રતનપરા

#ગઝલ #શિલ્પ #સંઘર્ષ #ઘડતર #શિલ્પી #પરાગરતનપરા
#GujaratiGhazal #Sculpture #ShapedByPain #Struggle #TheSculptor #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઆવશેઆગલો લેખ →મોગરાની વેણી