તાળીઓ પડી
મંચ પર નાયક મરી ગ્યો, લાશ, તાળીઓ પડી,
આંસુ લૂછ્યાં, ને પછી ઉલ્લાસ, તાળીઓ પડી.
પીઠ પાછળ મિત્રના હાથે જ ખંજર વાગતાં,
રક્તમાં લથબથ થયો વિશ્વાસ, તાળીઓ પડી.
તખ્ત બદલાતાં જ બદલાયાં બધાં પાનાં ય ત્યાં,
પાઠમાં બદલાઈ ગ્યો ઇતિહાસ, તાળીઓ પડી.
કાલ ખુરશી છોડવાની વાત કીધી જેમણે,
એ જ નેતા રોજ લે સંન્યાસ, તાળીઓ પડી.
આ પરાગે મંચ પરથી સત્ય જ્યાં બોલ્યું જરા,
લોક બોલ્યા: વાહ, શો ઉપહાસ! તાળીઓ પડી.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #રંગમંચ #અસંગત #સમાજ #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #AbsurdTheatre #Applause #SocialCommentary #ParagRatanpara