તાળી મળી
ગઝલને ફકત એક તાળી મળી,
હતું પેટ ખાલી, ન થાળી મળી.
બધાં આંગણે દીપ ને આતશો,
અમારે અમાસે દિવાળી મળી.
હતી ઝંખના એક બારી તણી,
ઝરૂખે ગયો, લોહ-જાળી મળી.
હતી શ્યામની વાંસળી સૌ તણી,
અમોને ય વિષની જ પ્યાલી મળી.
પરાગે ભટકતાં ગયાં વર્ષ સૌ,
ન ફૂલો, ન ભમરા, ન ડાળી મળી.
– પરાગ રતનપરા
#ગઝલ #કવિનીવ્યથા #ગરીબી #મીરાં #નિયતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #PoetsLot #Poverty #Meera #Destiny #ParagRatanpara