← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ટાલનું ગીત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વરસ વધ્યાં ને વાળ ગયા, ને માથે ચમકે ટાલ,
કાંસકો રોજ શોધ્યા કરું, ને અરીસો પૂછે હાલ.

વીસ વરસે ઝુલ્ફાં ઊડતાં, છોકરીઓ જોતી’તી,
ત્રીસે તેલ ને શેમ્પૂની લાંબી યાદી હોતી’તી;
ચાલીસે તો ઓશીકે પડ્યા વાળ ગણું હર સાલ…
વરસ વધ્યાં ને…

પત્ની કહે, ‘આ ટોપી પહેરો, શરમ જેવું રાખો’,
દીકરો કહે, ‘પપ્પા, તમે તો ચાંદો લાગો, ઝાંખો’;
અરીસો જોઈ હું કહું: ‘આ તો અનુભવનો કમાલ’…
વરસ વધ્યાં ને…

પરાગ કહે: આ ટાલ નથી, આ તો છે મેદાન,
જ્યાં ચિંતાઓ રમી ગઈ ને લઈ ગઈ સૌ સામાન;
હસતા રહો, ને ટાલ ઉપર પણ ચડાવો ગુલાલ…
વરસ વધ્યાં ને…

– પરાગ રતનપરા

ગીતહાસ્ય
← પહેલો લેખફોન પરઆગલો લેખ →કાળ