સ્વીકાર્યું
હતા જે ચાંદ ને તારા, અમે એ ગગન સ્વીકાર્યું,
વિધાતાનું લખેલું જે, બધું એ વચન સ્વીકાર્યું.
પિતા છોડી ગયા ત્યારે, ઉપાડ્યો ભાર ઘરનો મેં,
ખભે લઈ એમની અર્થી, નમીને કફન સ્વીકાર્યું.
નથી ફરિયાદ ઈશ્વરથી, નથી જગ સાથ પણ ઝઘડો,
હતું જે ઝૂંપડું, એને ગણીને ભવન સ્વીકાર્યું.
ઘણી ઠોકર મળી રસ્તે, ઘણા પથ્થર, ઘણા કાંટા,
ફરી ઊભા થવા માટે, અમે એ પતન સ્વીકાર્યું.
પરાગે ફૂલ છોડ્યું તો હવા લઈ જાય ત્યાં જાવું,
ગણીને વિશ્વને ઘર, ને બધું યે વતન સ્વીકાર્યું.
– પરાગ રતનપરા
#ગઝલ #સ્વીકાર #સંતોષ #જીવનદર્શન #સમર્પણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Acceptance #Contentment #LifePhilosophy #Surrender #ParagRatanpara