સ્વયંને
નથી કોઈ સુણતું, કહું હું સ્વયંને,
જગત ના સહે તો સહું હું સ્વયંને.
અરીસા મહીં રોજ ઝઘડો કરું છું,
ઘડી બાદ હસતો, ચહું હું સ્વયંને.
ન બાળું કદી અન્યને રાત આખી,
બની દીપ જાતે દહું હું સ્વયંને.
ગયો તીર્થ સઘળે, ન ઈશ્વર મળે ત્યાં,
હવે આંખ મીંચી લહું હું સ્વયંને.
પરાગે ભરી મ્હેક આખી સફરમાં,
પવન થઈ, હવે તો વહું હું સ્વયંને.
– પરાગ રતનપરા
#ગઝલ #સ્વસંવાદ #આત્મખોજ #એકાંત #અધ્યાત્મ #પરાગરતનપરા
#GujaratiGhazal #SelfTalk #InnerJourney #Solitude #Spirituality #ParagRatanpara