સુખ હતું
ગામના વડલા તળેના છાંયડામાં સુખ હતું,
ગારથી લીંપેલ નાના ઓરડામાં સુખ હતું.
હૉટલોમાં ભોજનો છપ્પન ભલે ખાધાં અમે,
મા તણા એ રોટલાના ટૂકડામાં સુખ હતું.
રેશમી શૈયા મળી, પણ ઊંઘ ક્યાં આવી કદી?
થીગડાં મારેલ જૂના ગોદડામાં સુખ હતું.
બંગલાના આ ઝરૂખે ચાંદ પણ ઝાંખો હતો,
ગામની એ ચાંદનીના ઝૂંપડામાં સુખ હતું.
ફૂલ ખીલ્યું ડાળ પર, ને મ્હેક ઊડી, ઓ ‘પરાગ’,
ફૂલને જે ઢાંકતું, એ પાંદડામાં સુખ હતું.
– પરાગ રતનપરા
#ગઝલ #સુખ #ગામ #મા #સાદગી #પરાગરતનપરા
#GujaratiGhazal #SimpleJoys #VillageLife #MothersBread #Contentment #ParagRatanpara