← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સુખ-દુઃખ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સુખ તો આવે મહેમાન થઈને, ચાર દિ’ રહીને જાય,
દુઃખ તો ઘરનું માણસ, વાલમ, ઓસરીએ ઊંઘી જાય.

સુખ આવે તો ઢોલ વગાડું, તોરણ બાંધું દ્વારે,
સગાં-વહાલાં ટોળે વળતાં હસતાં હસતાં ભારે;
દુઃખ આવે તો કોઈ ન આવે, ઝાંપો સૂનો થાય…
સુખ તો આવે…

દુઃખ શીખવે છે રોટલો વહેંચી ખાતાં અડધો અડધો,
દુઃખ શીખવે છે પડતાં પડતાં ઊભા થઈ પગ ઘડતો;
સુખની સાથે સાજ હતા, દુઃખ સાથે ભાઈબંધ થાય…
સુખ તો આવે…

પરાગ કહે: દુઃખને જો આવકાર દઈએ ઘરનાં જેવો,
તો એ ખૂણે બેસી રહે છે, નાનો શો દીવો જેવો;
અંધારામાં એ જ બતાવે ક્યાં છે ઘરનો ઉંબર, ક્યાં બારણું,
સુખ તો મહેમાન, દુઃખ તો આપણું પોતીકું સગપણ થાય…
સુખ તો આવે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખચંપલઆગલો લેખ →અલખ