← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સુગંધ અને ઝાકળ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઝાકળને સુગંધ કહે: ‘ચાલ, ઘડીક ઊડીએ સાથ,’
ઝાકળ બોલ્યું: ‘તડકો આવે, ત્યાં લગી તારો હાથ.’

પરોઢિયાની પાંદડીએ બેઉ બેઠાં’તાં ચૂપચાપ,
પવન હળવે પૂછી ગયો કે કોણ કોનો છે બાપ?
કળી ખૂલી ને હસી પડી ને વાત થઈ ગઈ વાત…
ઝાકળને સુગંધ કહે…

સુગંધ ગઈ વાડે-વાડે, ઝાકળ ઝીલ્યો તાપ,
ઝાકળ ઊડ્યું આભે, ને સુગંધ રહી ગઈ આપ;
એક ગયું ઉપર, બીજું રહ્યું ભોંય પર, એવી ભાત…
ઝાકળને સુગંધ કહે…

પરાગ કહે: આ મેળ-મિલનનો કેવો છે ઇતિહાસ!
ટકે નહીં તોયે ટકવાનો રોજ કરે અભ્યાસ;
રોજ સવારે ફરી મળે છે, જેમ ન વીતી રાત…
ઝાકળને સુગંધ કહે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઘડીક અષાઢ, ઘડીક ફાગણઆગલો લેખ →પાછું આપ ને