← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સ્ટેટસ પર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દેશ માટે જાન દેવા સૌ ખડા છે સ્ટેટસ પર,
ક્રાંતિના નારા લગાવી, લ્યો, ધજા છે સ્ટેટસ પર.

રોડ પર ઘાયલ પડેલો કોઈ તરફડતો હતો,
વીડિયો લીધો બધાએ, એ દયા છે સ્ટેટસ પર.

બાપ ઘરડાઘર ગયો ને ફોન પણ જાતો નથી,
બાપ-દિનની આરતી ને વંદના છે સ્ટેટસ પર.

ઝાડ કાપી ફ્લેટ બાંધ્યા, શ્વાસ રૂંધાયા બધે,
‘વૃક્ષ વાવો’ની સલાહો ને હવા છે સ્ટેટસ પર.

આ પરાગે પણ લખી છે દેશ માટે એક ગઝલ,
ને ગણું છું રાતભર કે વાહવા છે સ્ટેટસ પર.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #દેખાડો #સોશિયલમીડિયા #દેશપ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #SocialMediaPatriotism #Hypocrisy #StatusCulture #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખછૂટા શેર ૯૨૩૬–૯૨૬૫આગલો લેખ →થયો છું હવે