← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સોનું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આગમાં તપતું રહે, ત્યારે જ સોનું ઝળહળે,
ઘણ પડે સો વાર, ત્યારે એ ઘરેણામાં ઢળે;
જિંદગીની આગમાં પણ જે સદા હસતો રહે,
એ જ માણસ ‘હાર’ થઈ સૌના ગળે જઈને મળે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખઓ જવાનીઆગલો લેખ →ચૂંટણી આવી