← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સંગ્રહાલયમાં ચશ્માં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કાચની પેટીમાં
ગોળ ફ્રેમનાં બે ચશ્માં
હજી કશુંક જોઈ રહ્યાં છે.

ટિકિટ લઈને આવેલા લોકો
એમની સામે ઊભા રહી
સેલ્ફી પાડે છે,
અને ચશ્માં
એ ફોટામાં પણ
લોકોની પાછળનું દૃશ્ય જુએ છે —
રસ્તા પર ઉઘાડા પગે ચાલતો
એક છોકરો,
જેના હાથમાં
કોઈ નોટ પરથી ફાટીને છૂટો પડેલો
એક હસતો ડોસો છે.

ચોકીદાર કહે છે:
‘રાતે અહીં ચરખાનો અવાજ આવે છે.’
મેં પૂછ્યું: ‘કોણ કાંતે છે?’
એ બોલ્યો:
‘કોઈ નહીં, સાહેબ,
સૂતર તો ક્યારનું ખૂટી ગયું છે,
ખાલી પૈડું ફર્યા કરે છે.’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખછૂટા શેર ૯૮૪૧–૯૮૬૫આગલો લેખ →કેડીનો સાદ