← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સંધાય ક્યાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભીંત તો ચણશું ફરીથી, ઠીકરો સંધાય ક્યાં?
છાપરું બદલાવશું, પણ ઉંબરો સંધાય ક્યાં?

રાજ જાશે, તખ્ત જાશે, ગઢ નવા બંધાય પણ,
કાળને ખોળે ખરેલો કાંગરો સંધાય ક્યાં?

ફોન આવે, ડૉલરો પણ, ભેટ પણ આવે ઘણી,
હાથ છોડી જે ગયો એ છોકરો સંધાય ક્યાં?

વડ ગયો, રસ્તો થયો ને મોટરોની ભીડ છે,
જ્યાં વડીલો બેસતા, એ ચોતરો સંધાય ક્યાં?

આ પરાગે ગંધ રાખી છે હવામાં સાચવી,
પણ ખરેલો ડાળથી એ મોગરો સંધાય ક્યાં?

– પરાગ રતનપરા

#ગઝલ #તૂટેલુંઘર #સ્મૃતિ #પરિવાર #ખોટ #પરાગરતનપરા
#GujaratiGhazal #BrokenThings #Memories #FamilyBonds #Loss #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખખૂલશેઆગલો લેખ →કવિસંમેલન