← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સંધાતી નથી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કાચ જેવી હોય છે, આ વાત સંધાતી નથી,
ઊંઘ જ્યાં તૂટી, પછી એ રાત સંધાતી નથી.

આભલાં ને મોરલાનો ચાકળો માનો હતો,
એક ટાંકો ખૂલતાં, આ ભાત સંધાતી નથી.

આયનો ફૂટે, નવો લાવી શકો બાજારથી,
ભીતરે તૂટી ગયેલી જાત સંધાતી નથી.

ખેતરો છોડી પિતાજી ફ્લેટમાં આવ્યા પછી,
હળ વિનાના હાથની તાકાત સંધાતી નથી.

આ પરાગે જોઈ લીધી ડાળથી ખરતી કળી,
ડાળને એ મ્હેકની સોગાત સંધાતી નથી.

– પરાગ રતનપરા

#ગઝલ #તૂટેલાંસપનાં #સંબંધ #વિસ્થાપન #પીડા #પરાગરતનપરા
#GujaratiGhazal #BrokenDreams #FragileBonds #Displacement #Loss #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખગજરોઆગલો લેખ →બે મિનિટ