સ્મશાનનો ચોકીદાર
સ્મશાનનો ચોકીદાર
બપોરે
ચિતાની બાજુમાં બેસીને
ટિફિન ખોલે છે —
રોટલી, શાક, અથાણું.
એક ચિતા ઠરી રહી છે,
બીજી હજી ભડભડે છે.
એ ધુમાડો હાથથી ખસેડે છે,
જેમ આપણે માખી ઉડાડીએ.
મેં પૂછ્યું: ‘બીક નથી લાગતી?’
એ હસ્યો:
‘સાહેબ, અહીંથી તો કોઈ
ઊઠીને પાછું આવતું નથી.
બીક તો
તમારા ગામમાં લાગે —
જ્યાં બધા જીવતા છે.’
– પરાગ રતનપરા