શું થયું?
હાથની રેખા હતી, ને એક ટાણું, શું થયું?
જે ઉગાડ્યું આંખમાં મેં, એ વહાણું, શું થયું?
પારણું ઝૂલાવતી બા, રાતભર ગાતી હતી,
આજ બા ક્યાં? ગૂંજતું આ એક ગાણું, શું થયું?
ભાઈઓએ ભાગ પાડ્યા બાપના આંગણ તણા,
જે વડીલોએ બચાવ્યું, એ જ નાણું શું થયું?
હોટલોના મેનુમાં તો વાનગી છે સેંકડો,
હાથ માના રાંધતા જે રોજ ભાણું, શું થયું?
આ પરાગે શબ્દમાં રાખ્યું બધું, તોયે હવે
કોઈ પૂછે ગઝલને, તો હું ન જાણું, શું થયું?
– પરાગ રતનપરા
#ગઝલ #નસીબ #સ્મૃતિ #મા #પરિવાર #પરાગરતનપરા
#GujaratiGhazal #Fate #LostTimes #Mother #FamilyTies #ParagRatanpara