← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રૂપ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ના કાજળ, ના ચાંદલો, ના ઝાંઝરનો ઝણકાર,
તોય ગામની ગોરી લાગે જાણે ઊગ્યો સવાર.

કૂવે પાણી ભરવા જાતી, બેડલે ઝીલે તેજ,
પગની પાનીએ ધૂળ ચોંટે ને ધૂળ થઈ જાય સેજ;
પાંપણ ઢાળી ચાલે ત્યાં તો શરમાઈ જાય ઝાડ…
ના કાજળ, ના ચાંદલો…

અરીસો એણે જોયો નથી, તળાવ એનો કાચ,
લહેરો આવી પૂછે એને: ‘કોણ છે આ સાચ?’
ચાંદો પણ ડોકાઈ ડોકાઈ માગે એની આડ…
ના કાજળ, ના ચાંદલો…

પરાગ કહે: આ રૂપ નથી રે અત્તર-પાવડરનું,
આ તો કુદરતનું ઘરેણું, મન સાચા ઘરનું;
જે રૂપ ભીતર ઝળહળે, એને ક્યાં ઘરેણાંનો ભાર…
ના કાજળ, ના ચાંદલો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઉદાસીઆગલો લેખ →શું થયું?