શિખર
વાદળોની પાઘ બાંધી, આભનું ઊંચું શિખર,
સાંજ ઢળતાં મૌન ઓઢી થાય છે મૂંગું શિખર.
ભાવિકો ચાલ્યા ગયા, ને ઘંટ થઈ ગ્યા મૌન સૌ,
રાતભર તારા ગણે છે એકલું સૂનું શિખર.
કેટલાયે રાજવી આવ્યા ગયા, ના એ હલે,
કાળની સામે અડીખમ, સાવ એ જૂનું શિખર.
પાસથી જોતાં મળે પથ્થર અને કાંટા ઘણા,
દૂરથી લાગે મજાનું, સ્વપ્ન સમ ભૂરું શિખર.
ઠેઠ ટોચે જઈ ‘પરાગે’ ત્યાં નમાવ્યું શીશ, ને
આભ ઝૂક્યું, ને હસીને સ્નેહથી ચૂમ્યું શિખર.
– પરાગ રતનપરા
#ગઝલ #પર્વત #શિખર #પ્રકૃતિ #નમ્રતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Mountains #Summit #Nature #Humility #ParagRatanpara