← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શબ્દો વિનાની વાત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વાદળીમાં ચાંદ છુપ્યો, આંખ મીંચે રાત છે,
આપણી વચ્ચે હવે શબ્દો વિનાની વાત છે.

તું ન બોલે, હું ન બોલું, તોય બોલે શ્વાસ સૌ,
મૌન વચ્ચે ઓગળી, બે એક થાતી જાત છે.

આંસુ છે કે ઓસ, તારી પાંપણે ઝગમગ થતું,
આ જ તો સુખની ઘડીમાં ઊમટી બરસાત છે.

કાલ શું થાશે ખબર ના, કાલની ચિંતા નથી,
આજની આ એક પળ ઈશ્વર સમી સાક્ષાત છે.

રાત વીતી જાય ના, એવી દુઆ કરતો પરાગ,
સૂર્ય ઊગે, તે ઘડી એને ખરો આઘાત છે.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રેમ #મૌન #રાત #મિલન #પરાગરતનપરા
#GujaratiGhazal #Love #Silence #Night #Union #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખકલમઆગલો લેખ →પ્રપોઝલ