← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શબ્દો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સભામાં બોલવા ઊઠ્યો, ગળે ડૂમો થયા શબ્દો,
હતા તલવાર જેવા જે, બની કાયર ગયા શબ્દો.

હતી જે આગ કલમોમાં, હવે ત્યાં રાખ છે કેવળ,
નમી દરબારમાં રોજે, બને ચાકર સમા શબ્દો.

ઘણા ફોટા, ઘણી તાળી, વિમોચન ભવ્ય તો થ્યું, પણ
હતી જે વાત કે’વાની, છપાયા એ જુદા શબ્દો.

બજારે ભાવ બોલાયા, વિચારો પણ ગયા વેચાઈ,
કશે રોટી નથી, નારા ગજાવે છે ઘણા શબ્દો.

પરાગે ભીડથી છાનાં, ધરી દીધાં કલમને જ્યાં,
અચાનક ફૂલ થઈ ખીલ્યા, પછી સાચા ખરા શબ્દો.

– પરાગ રતનપરા

#ગઝલ #શબ્દ #અભિવ્યક્તિ #કવિધર્મ #સત્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #PowerOfWords #FreeSpeech #PoetsConscience #Truth #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઢૂકડો માંડવોઆગલો લેખ →કોળી ગયું